રાજ્ય સરકાર દ્વારા મંજુર થયેલ વહાણા થી રાધુપુરા રોડનું ખાતમુહૂર્ત શુક્રવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું.આ રોડના નિર્માણ થકી વિસ્તારના નાગરિકોની પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે તેવું કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. રોડના ખાતમુહૂર્ત પ્રસંગે હેતલબેન ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ પાટણ, ગીરીશભાઈ મોદી તાલુકા ભાજપ પ્રમુખ,પ્રહલાદજી ઠાકોર,રમેશજી ઠાકોર, બળદેવજી ઠાકોર,મહિપતસિંહ રાજપુત, રમેશભાઈ દેસાઈ, લાલાભાઇ, ચંદનજી ઠાકોર, પોપટજી (ડેલીગેટ),અનારજી, પ્રહલાદજી ઠાકોર, હરગોવનભાઈ મહારાજ, મકવાણાજી,આર.એન રાઠોડ,અમરતજી ઠાકોર, સરપંચ, તેમજ વહાણા ગામના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.