મહાકુંભ મેળાની શરૂઆત પહેલા શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સામુદાયિક રસોડું ‘મા કી રસોઇ’નું ઉદ્ઘાટન કર્યું, જેમાં માત્ર 9 રૂપિયામાં ભોજન આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સ્વરૂપ રાણી નેહરુ હોસ્પિટલમાં નંદી સેવા સંસ્થાન દ્વારા સામુદાયિક રસોડું ચલાવવામાં આવે છે.
9 રૂપિયાની થાળીમાં શું હશે?
મુખ્યમંત્રી યોગીએ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં તેમણે ‘મા કી રસોઇ’નું ઉદ્ઘાટન કર્યું અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને ઉપસ્થિત લોકોને ભોજન પીરસ્યું. સરકારે કહ્યું, “નંદી સેવા સંસ્થાએ આર્થિક રીતે નબળા વર્ગોને મદદ કરવા માટે આ પહેલ શરૂ કરી છે. લોકો માત્ર 9 રૂપિયામાં ભોજન મેળવી શકશે. ભોજનમાં દાળ, ચાર રોટલી, શાક, ભાત, સલાડ અને મીઠાઈનો સમાવેશ થશે.
સીએમ યોગી ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદી સાથે રસોડામાં પહોંચ્યા. ત્યાં તેમણે રસોઈ પ્રક્રિયા અને સફાઈ વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીએ ભોજનની ગુણવત્તા અને વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.