રાધનપુરના સિનાડ ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.1.80 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થયા

રાધનપુરના સિનાડ ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.1.80 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થયા

ઘર માલિકે અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચક્રો ગતિમાન બનાવ્યા: રાધનપુરના સિનાડ ગામે રહેતા ડાહ્યાભાઇ કમાભાઈ સામાભાઈ વણકર પોતાના મકાનને તાળું માંરી પોતાની પત્ની સાથે ખેતરે ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો એ તેઓના બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.80 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થતાં અને આ બાબતની જાણ મકાન માલિક ડાહ્યાભાઇ વણકરને થતાં તેઓએ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ સુત્રો તરફથી માહિતી મુજબ રાધનપુરના સિનાડ ગામે રહેતા ડાહ્યાભાઇ વણકર સવારના આઠેક વાગ્યાના સમયે પોતાની પત્ની ધનીબેન સાથે પોતાના ઘરને તાળું માંરી સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગયાના સમય દરમ્યાન પોતાના ખેતરમાં કામ માટે ગયા હતા ત્યારે કોઇ અજાણ્યા ચોર ઇસમે તેઓના ઘરના મુખ્ય દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી ઘરની અંદર આવેલ ભીત કબાટમાં રાખેલ ટંકમાથી સોનાની રામ નામની માળા કિં.રૂ. 20000,સોનાનો દોરો જેનુ વજન આશરે એક તોલા જેટલુ કિં.રૂ.15000, સોનાનુ કડુ જેનુ વજન આશરે સાડા સાત ગ્રામ જેની કિં.રૂ 10000 તથા સોનાનુ ઝુમ્મર જેની કિં.રૂ 10000,સોનાનુ મંગળ-સુત્ર જેની આશરે કિ.રૂ. 15000,સોનાની વિંટી જેનુ વજન આશરે આઠ ગ્રામ જેની કિં.રૂ.15000,ચાંદીની ઝાઝરી એક જોડી(નંગ-02) જેનુ વજન આશરે 250 ગ્રામ જે ની કિ.રૂ.15000 ચાંદીનો કેડ કંદોરો જેનુ વજન આશરે 100 ગ્રામ જેની કિં.રૂ.7500,ચાંદીની ઝાઝરી એક જોડી (નંગ-02) જેનુ વજન આશરે100 ગ્રામ જેની કિં.રૂ. 7500 અને બીજા ટંકમા એક પતરાની નાની પેટીમા રાખેલ રોકડ રકમ રૂ. 70000 મળી કુલ રૂ. 1,85000ની કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોય જે બાબતે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *