યશપાલસિંહ ટી. વાઘેલા દરબારગઢ શ્રીઓગડ વિદ્યા મંદિર થરા
આપણે ભગવદ્ ગીતા જ્ઞાનનું ઝરણું વહેતું રાખવું છે.ભગવદ્ ગીતા કહયું છે કે ઈશ્વર લીલા કરે છે એ વાત પણ સાચી.જે ક્રિયામાં ક્રિયાનું અભિમાનનથી તે લીલા કૈશ્વર સ્વેચ્છાથી લીલા કરે છે.‘હું કરું છું’એવી ભાવના વગર નિષ્કામ ભાવથી જે ક્રિયા કરવામાં આવે તે લીલા. શ્રીકૃષ્ણની લીલા કહેવાય. ઈશ્વરને કોઈ ઇચ્છા નથી.કનૈયો ચોરી કરે છે તે બીજાને માટે ક્રિયા બાંધે છે પણ લીલા મુક્ત કરે છે. જીવ કરે છેતે ક્રિયા પાછળ સ્વાર્થ વાસના અને હું કરું છું તેવું અભિમાન છે તેથી તે ક્રિયા છે, તે બંધનકર્તા છે.
બંને સિદ્ધાંતો સાચા છે.ઈશ્વર નિરાકાર નિર્વિકલ્પ છે અને માયા ક્રિયા કરે છે તે સિદ્ધાંત પણ દિવ્ય છે. ઈશ્વર કાંઈ કરતા નથી પણ તેમાં ક્રિયાનો આરોપ કરવામાં આવે છે.ઈશ્વરમાં વિષમતા માયા થી ભાસે છે.ઈશ્વર પરિપૂર્ણ સમ છે.પરમાત્મા સમ છે,જગત વિષમ છે. સમતા ઈશ્વરની છેને વિષમતા છે તે માયાની છે. ઈશ્વર તો સમ છે, પણ માયાથી ઈશ્વરમાં વિષમતા દેખાય છે.ઈશ્વરના અધિષ્ઠાનમાં માયા ક્રિયા કરે છે એટલે માયા જે ક્રિયા કરે છે તેનો આરોપ ઈશ્વર ઉપર કરવામાં આવે છે. દીવો કાંઈ કરતો નથી, પણદીવો ન હોય તો કંઈ થઈ શકતું નથી.ભગવાન દૈત્યને મારતા નથી પણ તારે છે.ક્રિયામાં વિષમતા દેખાય છે,પણ ભાવમાં વિષમતા નથી. ભગવાન દૈત્યોને મારે છે,પણ ભગવાનના મારમાં પણ પ્યાર છે. વિષમતા દેખાય છે તે માત્ર માયાને લીધે છે, ખરેખર વિષમતા નથી.પ્રકૃતિના ત્રણ ગુણો છે:સત્ત્વગુણ, રજોગુણ તથા તમો ગુણ. આત્માના નથી.પરમેશ્વર જીવના ભોગ માટે ઇચ્છે છે,ત્યારે રજો ગુણનાં બળમાં વૃદ્ધિ કરે છે.જીવો ના પાલન માટે ઇચ્છે છે ત્યારે સત્ત્વગુણના બળમાં વૃદ્ધિ કરે છે અને સંહાર કરવા ઇચ્છે છે, ત્યારે તમોગુણના બળમાં વૃદ્ધિ કરે છે. રાજસૂય યજ્ઞમાં પહેલી પૂજા શ્રીકૃષ્ણની કરવામાં આવી. પણ તે સહન ન થવાથી શિશુપાલ ભગવાનની નિંદા કરવા લાગ્યો. ભગવાને નિંદા સહન કરી પણ છેવટે તેનો વધ કર્યો.શિશુ પાલના શરીરમાંથી નીકળેલું આત્મતેજ દ્વારિકાધીશ માં લીન થયું અને તેને સદગતિ મળી.આ કોઈ યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું.તેથી તેણે નારદજીને પૂછ્યું કે,શિશુપાલ તો ભગવાનનો શત્રુ હતો,જતાં એને સદગતિ કેમ મળી? તે નરકમાં કેમ ન ગયો?
કોઈ પણ ભાવથી પરંતુ એક પરમાત્મામાં જ મન એકાકાર થવું જોઇએ.કોઈ પણ ભાવથી નારદ જી કહે,નવાઈ લાગે એવી વાત છે પણ એ સમજવા માટે પરમાત્મા માં તન્મય થવાની એટલે ભક્તિ થી કે પછી દ્વેષથી. ભક્તિથી ઈશ્વરમાં મન જોડીને ઘણા મનુષ્યો પરમાત્માની ગતિને કોઈપણ ભાવથી જીવ પ્રભુ પામ્યા છે. તેમ કામથી, દ્વેષથી તથા ભયથી પણ ભગવાનમાં મન જોડી અનેક મનુષ્યો સદગતિ પામ્યા છે. દૃષ્ટાંત તરીકે ગોપીઓ એ ભગવાનને મળવાની તીવ્ર કામનાથી, કંસે ભયથી, શિશુપાલ પોતાના મનને ભગવાનમાં લગાડ્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે સ્નેહથી ગોપીઓ શ્રીકૃષ્ણને કામભાવથી ભજતી હતી, પણ જેનું તેઓ ધ્યાન કરે છે તે શ્રીકૃષ્ણ નિષ્કામ છે. નિષ્કામ શ્રીકૃષ્ણનું, ધ્યાન કરતાં ગોપીઓ નિષ્કામ બની.પરમાત્મા પૂર્ણ નિષ્કામ હોવાથી પરમાત્માને અર્પણ કરેલો કામ નિષ્કામ બન્યો. કામનો જન્મ રજોગુણથી થાય છે.ઈશ્વર બુદ્ધિથી પર છે. ઈશ્વર પાસે કામ જઈ શકતો નથી.સૂર્ય પાસે અંધકાર જઈ શકતો નથી, તેમ જેનું ચિંતન કરે છે તે શ્રીકૃષ્ણ નિષ્કામ હોવાથી કામભાવથી શ્રી કૃષ્ણનું ચિંતન કરનાર ગોપીઓ કામ ખોઈ બેઠી અને નિષ્કામ બની ગઈ.કંસ બીક ના લીધે તન્મય થયો હતો.તેને દેવકીનો આઠમો જ બધે દેખાય. શિશુપાલ દ્વેષથી પણ ચિંતન ભગવાનનું કરતો હતો. આમ કોઈ પણ ભાવથી ઈશ્વરમાં તન્મય થવાની જરૂર છે.હર કોઈ ઉપાયે ઈશ્વરમાં તન્મય બનો, શ્રી કૃષ્ણમાં લીન બનો.
શિશુપાલ સાધારણ માનવી ન હતો,તે વિષ્ણુ ભગવાનનો પાર્ષદ હતો. જયવિજયની વાત આગળ આવી ગઈ છે. તેમાંનો એ એક છે નારદજીએ જયવિજયના ત્રણ જન્મોની કથા સંક્ષેપમાં કહી.જય વિજય પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા,બીજા જન્મમાં રાવણ કુંભ કર્ણ અને આ ત્રીજા જન્મમાં શિશુપાલ અને દતવત્ર રૂપે જન્મ્યા છે. પછી નારદજીએ હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા શરૂ કરી. દિતિના બે પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષનો વધ વરાહ ભગવાને કર્યો. હવે હિરણ્યકશિપુની વાત આવે છે. ધર્મરાજા પૂછે છે, પ્રહલાદ મહાન ભગવદ ભક્ત હતો,છતાં હિરણ્યકશિપુને તેને મારવાની કેમ ઇચ્છા થઈ? નારદજી બોલ્યા,દિતિએ ભેદ બુદ્ધિ છે.ભેદબુદ્ધિમાંથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જન્મે છે.મમતા અને અહંકાર જન્મે છે. આ’હું’ અને’મારું’ ભેદ બુદ્ધિનાં સંતાનો છે.સર્વ દુઃખનું મૂળ ભેદ બુદ્ધિ છે.સર્વ સુખનું મૂળ અભેદ ભાવ છે.અભેદભાવ શરીરથી નહીં બુદ્ધિ થી થાય તો સર્વમાં સમભાવ આવે છે.
અહંકારને મારવો કઠણ છે.વિવેક થી મમતાનો નાશ થઈ શકે, પરંતુ અહંભાવનો નાશ થઈ અને માયા ન અર્પણ કરનાર પોતાના હુંપણાનું પણ અર્પણ કરે તો ઠાકોરજી કૃપા કરે છે.મારામાં નથી માનવું એ પણ અભિમાન છે. આવ્યા અને હિરણ્યકશિપુ જે જગ્યાએ તપ કરવા બેઠેલો તેની નજીકના વૃક્ષ ઉપર બેસી નારાયણ નારાયણ એમ બોલવા લાગ્યા. હિરણ્યકશિપુ મંત્રનો જપ કરવા લાગે,ને સામે પોપટ નારાયણ નારાયણ બોલે. હિરણ્યકશિપુને થયું,જે વિષ્ણુને મારવા હું તપશ્ચર્યા કરું છું, તેનું આમ નામ સાંભળવું પડે એ તો અપશુકન કહેવાય. માટે આજે હું તપમાં નહીં બેસું. કંટાળીને એ ઘરે આવતો રહ્યો.પતિ તે જ દિવસે ઘરે પાછા આવ્યા તેથી કયાધુને આશ્ચર્ય થયું.પરંતુ સીધે સીધું કારણ પતિ ને પૂછાય તેમ ન હતું. કયાધુએ વિચાર્યું,યુક્તિથી કામ કરીશ તો કારણ જાણી શકાશે. પતિની ખાનગી વાત જાણવી હોય તો આ કયાધુને ગુરુ કરજો. ભોજનમાં વશીકરણ હોય છે. નોકરોને આજ્ઞા કરી,મારા પતિ દેવને માટે હું જ રસોઈ બનાવીશ. એ હતી માનસ શાસ્ત્ર જાણનારી. સ્ત્રી માત્ર આટલું માનસ શાસ્ત્ર જાણતી હોય છે કે,પતિને કેવી રીતે પ્રસન્ન કરવો.કહ્યું છે કે લોભી ને દ્રવ્યથી વશ કરવો.અભિમાનીને વખાણથી વશ કરવો.
ભોજે કાલિદાસને એક વખત પૂછ્યું કે,દુનિયામાં ખાંડ કરતાં ગળ્યું શું?કાલિદાસે પટ જવાબ આપ્યો કે,વખાણ!હિરણ્યકશિપુ અભિમાની હતો.કયાધુએ વખાણ શરૂ કર્યાં.કહે,ઇન્દ્રચંદ્રાદિ દેવો તમારાથી થર થર કાંપે છે. આપના જેવો વીર થયો નથી અને થવાનો નથી.હું ભાગ્યશાળી કે આપ જેવા પતિ મને મળ્યા! ધારેલું કામ કર્યા વગર તમે પાછા ફરો એ બને જ નહીં. હું તો દશ હજાર વર્ષે તમારાં દર્શન થશે એવું ધારતી હતી! વાચક ચાહક મિત્રો સૌને જય માતાજી સુપ્રભાત આજે શાકંભરી નવરાત્રિમાં ભગવદ્ ગીતા જ્ઞાનમાં ચિંતન મનન થકી કંઇક મેળવવા પ્રયત્ન કર્યો છે તે આપ સૌને ગમ્યું હશે તેવી આશા સહ અસ્તુ.