સાબરકાંઠા : જિલ્લાકક્ષાનો ૨૬ જાન્યુઆરી કાર્યક્રમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇડર ખાતે યોજાશે

સાબરકાંઠા : જિલ્લાકક્ષાનો ૨૬ જાન્યુઆરી કાર્યક્રમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇડર ખાતે યોજાશે

સાબરકાંઠા જિલ્લા સમાહર્તા ડૉ.રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની તૈયારી અને આયોજન અંગેની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઇ હતી. સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇડર ખાતે યોજાશે. આ બેઠકમાં ઇડર ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વ ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ની ઉજવણી બાબતે વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરી કામગીરી ફાળવણી કરવામાં આવી હતી. આ બેઠકમાં મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામ વિતરણ સહિતની વિવિધ કામગીરીની સોપણી કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસવડા વિજય પટેલ,નિવાસી અધિક કલેકટર ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, ઇડર પ્રાંત અધિકારી સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *