ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ મોરિયા અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના ચેરમેન પી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના મોટી ભટામલ ખાતે મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પ અંતર્ગત શનિવારના કોમ્યુનિટી મેડીસીન વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ, મોરિયા દ્વારા ફેમિલી એડોપ્શન પ્રોગ્રામમાં મોટી ભટામલ ખાતે નિઃશુલ્ક નિદાન મેડિકલ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં ગ્રામજનો તેમજ બાજુબાજુના લાભાર્થીઓની બીમારીને અનુલક્ષી સર્વે રોગોની તપાસ અને નિદાન નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પ મોટી ભટામલ ખાતે આવેલ શંકર ભગવાનના મંદિરમાં યોજાયો હતો. જેમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગના ડો. પુષ્ટિ વાછાણી ડૉ. નિતેશ પટેલ તેમજ નર્સિંગ સ્ટાફે ખડેપગે હાજર રહી સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૦૦ થી વધુ દર્દીઓનું મફતમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું અને એમની સારવાર કરવામાં આવી હતી.