ગુજરાતમાં HMPV વાયરસના આગમનને ધ્યાનમાં રાખીને પાટણ સિવિલ હોસ્પિટલ તંત્ર સાબદુ બન્યું

ગુજરાતમાં HMPV વાયરસના આગમનને ધ્યાનમાં રાખીને પાટણ સિવિલ હોસ્પિટલ તંત્ર સાબદુ બન્યું

25 બેડ સાથેના આઈસોલેશન વોર્ડ બનાવવાની તૈયારીઓ સાથે જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાશે ચીનનો ખતરનાક વાયરસ એચ.એમ.પી.વી એ ગુજરાત દસ્તક દીધી છે. જેને લઈને સરકાર પણ સક્રિય બની આ વાયરસને ફેલાતો અટકાવવામાં લાગી છે. જેના પગલે પાટણ શહેરની સિવિલ હોસ્પીટલમાં પણ તંત્ર દ્વારા 25 બેડના આઈસોલેશન વોર્ડ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે સાથે સાથે વાયરસ સંક્રમિત દર્દીઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ બની રહે તે માટે મેડિકલની તમામ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ મેટાન્યુમો વાઇરસ (એચએમપીવી) બાબતે તબીબો તરફથી જાણવા મળેલી માહિતી મુજબ આ વાયરસ બીજા શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે જે ખાસ કરીને શિયાળામાં નાના બાળકો અને વૃદ્ધ લોકોમાં દેખાય છે અને તેનાં લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુ નો સમાવેશ થાય છે. આ વાયરસ ગુજરાતમાં પ્રવેસ્યો છે ત્યારે સરકાર પણ સક્રિય બની છે. પાટણ શહેરની  સિવિલ હોસ્પિટલ માં 25 બેડ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે.જેમાં વેન્ટિલેટર,ઓક્સિજન, પલ્સ ઓક્સિમીટર, મલ્ટીપેરા મોનિટર દવાઓ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. પ્રિતિ બેન સોનીએ જણાવ્યું હતું કે એચએમપીવી વાઇરસ એ કોઈ નવો વાઇરસ નથી જે વાયરસ 2001ની સાલ માં ઓળખી નાખ્યો છે.

આ HMPV વાઇરસના લક્ષણો બાળકો અને ઉમર લાયક લોકોમાં જોવા મળતા હોય છે. આ વાયરસના આગમનને લઈ પાટણ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીડિયાટ્રિક ડો.રાજેશ ઠક્કર અને ફીઝીશ્યન ડોકટરો ને જરૂરી માહિતી આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જોકે હાલમાં એક પણ કેસ પાટણ મા નથી પણ ભવિષ્યમાં કોઈ આવી પરિસ્થિત ઊભી થાય છે તો દર્દીના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવાંના હોય છે તેની તૈયારી સિવિલ હોસ્પિટલ દ્વારા કરી દીધી છે કોવિડ વખતે જે વોડૅ તૈયાર કરવામાં આવ્યા હતા તે તૈયાર જ છે. જોકે હાલમાં આવી કોઈ ગભીર પરિસ્થિતી નથી ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો પાટણ સિવિલ હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા હોવાનું ડો.સોની એ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *