ઈસરોના નવા ચીફ તરીકે નિયુક્ત થવા પર વી નારાયણને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મને આપવામાં આવેલી આ એક મોટી જવાબદારી છે. ઈસરોએ 1969થી દેશના દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેનું નેતૃત્વ સર વિક્રમ સારાભાઈ, યુ.આર. રાવ, કે. કસ્તુરિંગન, કે. રાધાકૃષ્ણન, એ.એસ. કિરણ કુમાર, કે. સિવાન, એસ. સોમનાથ જેવા મહાન વૈજ્ઞાનિકોએ કર્યું છે.
મને ખાતરી છે કે અમે ઇસરોના ટેકનોક્રેટ્સ અને મેનેજમેન્ટ સ્ટાફ સાથે મળીને કામ કરીશું. આઝાદીના 100 વર્ષ પૂરા થાય તે પહેલા દેશને વિકસિત દેશ બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં આપણે મહાન કાર્ય કરી શકીશું.
તેમણે કહ્યું કે આવતીકાલે અમે સ્પાડેક્સનું આયોજન કરવાના છીએ. ચંદ્રયાન 4 અને સ્પેસ સ્ટેશનના નિર્માણ જેવા ભવિષ્યના મિશન માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રયોગ છે. પછી અમે G1 રોકેટ બનાવી રહ્યા છીએ, જે પહેલું માનવરહિત રોકેટ છે. અમે PSLV નામનો મહત્વપૂર્ણ પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે હું મારા 41 વર્ષના અનુભવનો ઉપયોગ આ સંસ્થાને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે કરીશ.