ઉત્તરાયણના તહેવાર ની હજુ ઘણા દિવસો બાકી છે.ત્યારે બજારોમાં ક્યાંક ને જ્યાક ચાઈનીઝ દોરીનું વેચાણ ખાનગી રીતે ચાલી રહ્યું છે. ત્યારે આ ઘાતક ચાઈનીઝ દોરીના કારણે છેલ્લા વિસ દિવસમાં મહેસાણા તાલુકાના આંબલિયાસણ ગામના રેલવે ઓવર બ્રિજ પર ઘાતક દોરીના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકો ભોગ બન્યા છે.જેમાં એક યુવકનું તો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે કાલે વધુ એક યુવતીને દોરી વાગતા ઘાયલ બની છે.
મહેસાણાના અંબલિયાસણ ગામના નજીક આવેલ રેલવે ઓવર બ્રિજ પર ગઈ કાલે સીમા પટેલ નામની યુવતી પોતાના પિયર થી સાસરી જવા નીકળી હતી એ દરમિયાન બ્રિજ પર ઘાતક દોરી ગળામાં આવી જતા તેઓનું ગળું કપાયું હતું ને એક્ટિવા પરથી નીચે પડી જતા ઇજા પામ્યા હતા.બાદમાં તાત્કાલિક તેઓને સારવાર માટે ખસેડવામાં આવતા તેઓનો જીવ બચ્યો હતો. સીમા બહેને પોતાના ગળામાં પહેરેલ કંઠીમાં ઘાતક દોરી વીંટાઈ તૂટી જતા તેઓની નસ કપાતા બચી ગઈ હતી.આમ આંબલિયાસન ગામમાં માત્ર વિસ દિવસ દરમિયાન ઘાતક દોરીના કારણે ત્રણ લોકો ને ઇજા પહોંચી હતી.જેમાં થોડા દિવસ અગાઉ એક બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.