મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં ઊંડા બોરવેલમાં પડી જવાથી 10 વર્ષના બાળકનું મોત

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં ઊંડા બોરવેલમાં પડી જવાથી 10 વર્ષના બાળકનું મોત

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં ઊંડા બોરવેલમાં પડી જવાથી 10 વર્ષના બાળકનું મોત થયું હતું. અનેક એજન્સીઓની મદદથી 16 કલાકની મહેનત બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ગુના જિલ્લા મુખ્યાલયથી લગભગ 50 કિલોમીટર દૂર પિપલિયા ગામમાં શનિવારે સાંજે લગભગ 5 વાગ્યે સુમિત મીના નામનો બાળક બોરવેલમાં પડી ગયો હતો. પીપલિયા ગામ રાઠોગઢ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. રવિવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ બાળકને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે જવાબ આપી રહ્યો ન હતો.  ગુનાના પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે છોકરાને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ગુના જિલ્લાના મુખ્ય ચિકિત્સા અને આરોગ્ય અધિકારી હોસ્પિટલમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું, અફસોસ સાથે જણાવવું પડે છે કે તે બાળક જીવિત નથી.

બાળક લગભગ 39 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગયું હતું. બોરવેલ લગભગ 140 ફૂટ ઊંડો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે બોરવેલમાં પાણી નથી, તેથી તેને આવરી લેવામાં આવ્યું નથી. શનિવારે મોડી સાંજે ભોપાલથી પહોંચેલી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમે બચાવ કામગીરીમાં મદદ કરી હતી. લાંબા સમય સુધી સુમિત ન જોવા મળતા તેના પરિવારજનો ગભરાઈ ગયા હતા. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે તેની શોધ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે બોરવેલમાં પડી ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *