ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચીખલીગર ગેંગના આરોપીઓને ઝડપી પાડતી પાટણ એલ.સી.બી

ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચીખલીગર ગેંગના આરોપીઓને ઝડપી પાડતી પાટણ એલ.સી.બી

પાટણના અભિષેક ફ્લેટમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચીખલીગર ગેંગના આરોપીઓને ઝડપી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પાટણ એલ.સી.બી પોલીસ

પાટણ એલ.સી.બી.ટીમે શહેરના અભિષેક ફલેટમાં ચોરીને અંજામ આપનાર ઈસમો ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મુદામાલ સાથે ચેખલીગર ગેંગના ત્રણ આરોપીઓને પકડી પાડેલ અને જેઓ ઉપરોક્ત ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત કરતા હોઈ સદરી ઇસમોનેબી.એન.એસ.એસ.કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરી એલ.સી.બી. ઓફિસ લાવી વધુ પુછપરછ કરતાંપકડાયેલાઆરોપીઓ પૈકી ગુરૂચરણસિંગ ચતરસિંગ શીકલીકર રહે. વડોદરા, કપુરાઇ બસ સ્ટેશન પાસે હિરાવસી ઝુપડપટ્ટી, વડોદરા શહેરના બાપોદ પો.સ્ટે. તથા સુરત શહેરના રાંદેર અને પાલ પો.સ્ટે.ના કુલ ૪ વાહન ચોરી અને ઘરફોડ ચોરીમાં નાસતો ફરતો છે અને પાટણ ટાઉનમાં અભિષેક ફ્લેટમાં થયેલ ઘરફોડ ચોરી માંથી મળેલ મુદ્દામાલ તેની માતા રઘુવીરકૌરનાઓએ વડોદરામાં સોનીની દુકાને આપેલ હોઇ જે ગુન્હાના કામે રીકવર કરવાની કાર્યવાહી તપાસ અધિકારી દ્વારા તજવીજ ચાલુ છે.

તેમજ પોતાને મળેલ રોકડ રકમ માંથી આરોપીઓએ મોબાઇલોની ખરીદી કરેલ હોઇ તે તમામ મોબાઇલ કબ્જે કરવામાં આવેલ છે. ઘરફોડ ચોરી માંથી મળેલ અન્ય રકમ આરોપીઓએ તેમના સગા-સબંધીઓને ફોન-પે,એકાઉન્ટમાંનાખેલ હોઇ તે એકાઉન્ટોને ડેબીટ ફ્રિઝ કરાવી આગળની તપાસ ચાલુમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *