જનજીવન પર અસર પડતા બજારો પણ મોડા ખુલ્યા, રોડ પર અવરજવર પણ ઓછી હવામાન વિભાગની આગાહી બાદ સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારથી ધુમ્મસ છવાયું હતું, તો ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જેને લઈને જન જીવન પર અસર જોવા મળી રહી છે, તો રોડ પર અવરજવર ઓછી જોવા મળી છે. સાબરકાંઠા જિલ્લાના 8માંથી 4 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે વહેલી સવારથી ઠંડીની અસર જોવા મળી હતી અને ધુમ્મસ છવાઈ હતી. હિંમતનગરમાં ઠંડીની અસરને લઈને રોડ પર અવર જવર ઓછી જોવા મળી હતી. તો ઠંડી અને ધુમ્મસને લઈને જન જીવન પર અસર જોવા મળી હતી. જેના કારણે બજારો પણ મોડા ખુલ્યા હતા. ધુમ્મસને લઈને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
- December 28, 2024
0
265
Less than a minute
You can share this post!
editor