મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ સર્કલે અકસ્માતની ભીતિ : શાળાઓ છૂટવાના સમયે રોજીંદો ટ્રાફીક ચક્કાજામ બાળકો માટે ઘાતક

મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ સર્કલે અકસ્માતની ભીતિ : શાળાઓ છૂટવાના સમયે રોજીંદો ટ્રાફીક ચક્કાજામ બાળકો માટે ઘાતક

ટ્રાફીક પોલીસના પોઇન્ટનો પણ અભાવ : જવાબદારી કોની ?

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાં મોટાભાગની શાળાઓ મુખ્ય રોડ ઉપર આવેલી છે.તેમાંય સ્ટેશન રોડ ઉપર શાળાઓ છૂટવાના સમયે ટ્રાફિક જામના કારણે પરિસ્થિતિ વિકટ બને છે. તેમાંય ડીસાની સૌથી જુની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલમાં મોટાભાગે મધ્યમ અને જરૂરિયાત મન્દ વર્ગના બાળકો અભ્યાસ કરે છે પરંતુ આ શાળા પણ સર્કલ ઉપર જ છે અને આ સર્કલ દિવસ દરમિયાન સતત વાહનોથી સતત ધમધમતું રહે છે પરંતુ બપોરે સમયે શાળા છુટતા બાળકો એક્દમ ઘસારા સાથે શાળામાંથી બહાર આવે છે.

તો બીજી તરફ સર્કલ હોઈ વાહનો પણ પૂર ઝડપે અહીંથી પસાર થતા હોય છે પરિણામે એકતરફ બાળકોને ઘર તરફ જવાની ઉતાવળ તો બીજી તરફ વાહનોની સ્પીડના લીધે અફરા તફરી સાથે અંધાધૂંધી મચી જાય છે અને અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામે છે. તેમ છતાં નવાઈની વાત એ છે કે સતત ભરચક એવા આ સર્કલ ઉપર કોઈ જ ટ્રાફિક પોઇન્ટ નથી. પરિણામે ટ્રાફિકનું કોઈ નિયમન થતું નથી અને મનફાવે તેમ વાહન ચાલકો પૂર ઝડપે અહીંથી પસાર થતા હોય છે જોકે શાળા છૂટવાનો આ 20 મિનિટનો આ સમયગાળો ખુબ જ જોખમી હોય છે.

જોકે આ સમસ્યા રોજિંદી બની ચુકી છે ત્યારે અહીં ગમખ્વાર અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ? કોઈનો વ્હાલસોયો આ અકસ્માતનો ભોગ બનશે ત્યારે શુ? આ સમસ્યા બાબતે આજદિન સુધી જવાબદાર તંત્રે વિચાર શુદ્ધા કર્યો નથી તેમાં ભલે વિધાર્થીઓના વાલી કે શાળાના શિક્ષકો, કે પાલિકા તંત્ર કે પોલીસ હોય. આ ગમ્ભીર બાબતે આજદિન સુધી કોઈનું ધ્યાન ગયું નથી ત્યારે આ જવાબદારી કોની બને છે? તે પ્રશ્ન અસ્થાને નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *