ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક હૃદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. હકીકતમાં, બુધવારે અહીં ઓખા બંદર પર જેટી બાંધકામ સાઇટ પર ક્રેન પડતાં ત્રણ કામદારોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે આ માહિતી આપી છે. જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી.પંડ્યાએ આ બાબતે જણાવ્યું હતું કે ઓખા બંદર પર જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓખા મરીન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેન દ્વારા કચડાઈ જવાથી બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક કામદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આપને જણાવી દઈએ કે આ ઘટના બાદ ઓખા જેટી પર કોસ્ટ ગાર્ડ, પોલીસકર્મીઓ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તાજેતરમાં ગુજરાતના ભાવનગરમાં પણ એક હૃદય હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી. વાસ્તવમાં, સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ ગામ પાસે પાર્ક કરેલી રેતી ભરેલી ટ્રકની પાછળ એક ખાનગી લક્ઝરી બસ અથડાઈ હતી અને આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.