ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની ૯ ગાડીની આવક જૉવા મળી છે. જેમાં મણના સરેરાશ ભાવ રૂપિયા ૧૪૦૦ સુધીનાં જોવા મળ્યા હતા. આજે યોજાયેલ હરાજીમાં ઊંચો ભાવ રૂપિયા ૧૪૬૫ અને નીચો ભાવ રૂપિયા ૧૩૦૦ સુધીનાં જોવા મળ્યા હતા. ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજી યોજાઈ હતી. જેમાં નીચો ભાવ રૂપિયા ૧૩૦૦ તેમજ ઊંચો ભાવ રૂપિયા ૧૪૬૫ પડયો હતો.
ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની નવી આવકોની શરૂઆત થઈ છે. જેમાં ખેડૂતો પોતાનો માલ લઈ વેચાણઅર્થે આવ્યા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસનો પોષણશ્રમ ભાવ મળતાં ખેડૂતો પોતાનો કપાસનો માલ લઈ અહી વેચાણ અર્થ આવે છે. એવરેજ કપાસના ભાવ રૂપિયા ૧૪૦૦ સુધીના જૉવા મળ્યાં હતા. ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું કે, કપાસની આવકો મહેસાણા જીલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવી રહી છે. કપાસની સીઝન એપ્રિલ મહિના સુધી જોવા મળશે. જોકે ભાવો ટકેલા રહેશે.