પ્રતિબંધ લાગતું જાહેરનામું કલેકટર દ્વારા પાડવામાં આવ્યું હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે
14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થનાર છે. આ પર્વની અનુલક્ષીને સાબરકાંઠા જિલ્લામાં જાહેર માર્ગો રસ્તાઓ કે મકાનના ધાબા ઉપર ભયજનક રીતે લોકો પતંગ ઉડાડતા હોય છે. જેને લઈને વ્યક્તિઓમાં જાનનું જોખમ ઊભું થવાની સંભાવના રહેલી છે. ઘણા લોકો પતંગ ઉડાડવા માટે માંઝા અથવા દોરી કે નાયલોન અથવા અન્ય સીન્થેટીક મટીરીયલ અથવા સીન્થેટીક પદાર્થથી કોડેડ કરી હોય અને નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવા દોરાનો ઉપયોગ કરતા હોય છે.
આ ઉપરોક્ત બાબતે સ્કાયલેન્ટર્ન તેમજ ચાઈનીઝ માંઝા, નાયલોન, પ્લાસ્ટિક દોરી, કાચ, મિશ્રિત તથા અન્ય હાનિકારક પદાર્થોની કોટિંગ કરેલી અને નોન બાયોડીગ્રેડેબલ દોરી તથા પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગથી મનુષ્ય, પશુ-પંખી તેમજ પર્યાવરણને થતા નુકસાન આગજની કે તેવી અન્ય કોઈ દુર્ઘટના ન બને તે સારું આવી બાબતો નિવારવા માટે કેટલાક પ્રતિબંધક હુકમો જાહેર કરાયા છે. જેમાં કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ, રસ્તા, ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા પર છે.
આમ જનતાની ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર, જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે લાંબા ઝંડાઓ, વાંસના બંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવી બનાવી આમ-તેમ શેરીઓ, ગલીઓ જાહેર રસ્તાઓ ઉપર દોડા દોડી કરવા ઉપર પ્રતિબંધ છે.