એક શખ્સની અટકાયત ઊં કરી કુલ કિ.રૂ.૪,૦૩,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો
બનાસકાંઠા જિલ્લા પોલીસ વળા ની સુચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બનાસકાંઠાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડીસા પાલનપુર હાઇવે ઉપર આવેલ રસાણા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ગાડી માંથી ઓપિયમ આલ્કોલાઈડસ (અફિણ રસ) વજન ૫૧૯ ગ્રામ જેની કિંમત ૫૧,૯૦૦ અને ગાડી મોબાઈલ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા સહિતની ટીમ પેટ્રોલિંગમાં આપી તે દરમિયાન ડીસા પાલનપુર હાઇવે ઉપર આવેલ રસાણા ગામ પાસે સમગ્ર ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ સ્વિફટ ગાડી નં.GJ-05-JD-6646 ઉપર શંકા જતા પોલીસે તે ગાડીને રોકાવી બરોબર ચેકિંગ કરતા ગાડીમાં રહેલ સ્પેર વ્હીલ ટાયરમાંથી માદક પદાર્થ ઓપિયમ આલ્કોલાઈડસ (અફિણ રસ) વજન ૫૧૯ ગ્રામ મળી આવ્યો હતો જેથી પોલીસે ૫૧,૯૦૦ ની કિંમતનો અફીણ નો રસ તથા સ્પેર વ્હિલ સ્વિફ્ટ ગાડી એક મોબાઈલ ફોન રોકડ રકમ મળી કુલ 4,03,700 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી નરેન્દ્રકુમાર શીવજીરામ પુરોહીત રહે.મુળ ચીતલવાના જી.સાંચોર હાલ રહે-૧૦/બી,ગ્રીન સીટી સોસાયટી,પાલ,સુરત,જી.સુરત ની અટકાયત કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે