પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. પાલનપુર માં મોબાઈલ ટાવર માં આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી. પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલા મોબાઈલ કંપનીના ટાવર માં આગ લાગી હતી. જોકે, આગની ઘટના ના પગલે સ્થાનિકોએ પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગ ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ની ઘટનાને લઈને લોકોના ટોળે ટોળાં ઉમટ્યા હતા.ટાવરની અંદર વિજ લાઇન માં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે.
- December 5, 2024
0
35
Less than a minute
You can share this post!
subscriber