પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવૅર ડાઉન થતા રાશનકાર્ડ ધારકો ના ઈ-કેવાયસી અટક્યા

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવૅર ડાઉન થતા રાશનકાર્ડ ધારકો ના ઈ-કેવાયસી અટક્યા

સવારથી જ ઈ-કેવાયસી માટે લાઈનો ઉભા રહેતાં રાશનકાર્ડ ધારકો મા નારાજગી સરકાર પોતાની ઓનલાઇન પ્રક્રિયા સુધડ બનાવી પછી જ આવી યોજના અમલમાં મુકે તેવી માગ ઉઠી પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રાશનકાર્ડ ધારકો માટે ચાલતી ઈ- કેવાયસી પ્રક્રિયા સરકારી સર્વર ડાઉન થવાથી વારંવાર બંધ થઈ જતાં નાગરિકો હેરાન પરેશાન બન્યા છે.

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે વારંવાર પુરવઠા વિભાગ ની કચેરીનો સંપર્ક કરે છે પરંતુ સરકારનું ઈ-કેવાયસી સર્વર ડાઉન હોવાથી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી થઈ શકતી નથી જેને કારણે લોકો ને ધકકા ખાવા નો વારો આવ્યો છે.

પાટણ શહેર અને ગ્રામ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ સવૅર ડાઉન મામલે જણાવવામાં આવે છે કે નાગરિકો રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી  ઈ-કેવાયસી થઈ શકતું નથી. પાટણ શહેરમાં આવેલા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવા માટેના રાશનકાર્ડ ની દુકાનો તેમજ પુરવઠા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું ઈ-કેવાયસી સર્વર વારંવાર બંધ થઈ જતા લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે.

subscriber

Related Articles