તેમની જ પાર્ટીના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક અચાનક બંધ થઈ ગયું. લાંબા સમય સુધી માઈક બંધ રહ્યું. જ્યારે માઈક ઓન થયું ત્યારે રાહુલે કહ્યું કે તમે ગમે તેટલા માઈક બંધ કરો, હું બોલતો રહીશ.
દેશ આજે બંધારણ દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. જેને લઈને દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું માઈક બંધ થઈ ગયું. જેના પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હોબાળો શરૂ કર્યો હતો. રાહુલનું માઈક લાંબા સમય સુધી બંધ રહ્યું, જ્યારે તે ઠીક થઈ ગયું તો તેણે કહ્યું કે તમે ગમે તેટલી વાર માઈક બંધ કરો, હું બોલતો રહીશ.
રાહુલે વધુમાં કહ્યું હતું કે જે કોઈ દલિતો અને પછાત લોકોની વાત કરે છે તેના માઈક બંધ કરી દેવામાં આવે છે. તમે ગમે તેટલા માઇક્સ બંધ કરો, હું બોલતો રહીશ. કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ ફરી જાતિ ગણતરીની માંગને દોહરાવી હતી. તેમણે કહ્યું કે દેશના ટોચના ઉદ્યોગપતિઓમાંથી કોઈ પણ દલિત, પછાત કે આદિવાસી વર્ગમાંથી નથી.