ચોમાસા ઋતુ દરમિયાન થાવર ગામના મુક્તિધામમાં બાળ તરુણોની રોપણી કરવામાં આવી હતી. જેમાં ટપક પદ્ધતિ પણ કરવામાં આવી હતી. જો કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા બાળ તરુણોનું ધ્યાન ના આપતા છોડ પાણી વગર સુકાઈ ગયા છે. થાવર ગામના બે મુક્તિધામમાં લીલાછમ છોડની વાવણી કરાઈ હતી. જો કે ગ્રામ પંચાયતને રસ ના હોવાના કારણે છોડનો નાશ થઇ ગયો છે. જેને લઇ સ્થાનિક થાવર ગ્રામ પંચાયતના સદસ્ય રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ મામલે જિલ્લા વિકાસ અધિકારી કડક વલણ અપનાવે તેવી માંગ કરી રહ્યા છે.
થાવર ગામના જાગૃત અરજદારે તપાસ કરતા ગ્રામ પંચાયત ગાડીઓને ધોવા માટે પાણી આપતી હોય આવી રજૂઆત અધિકારીને કરી છે. પાણી રહેણાંક વિસ્તાર તેમજ વૃક્ષના જતન પાછળ ખર્ચ થાય તેવા ઉદ્દેશ્ય સાથે બિન કાયદેસર ચાલતા સર્વિસ સ્ટેશનમાં અપાતું પાણી બંધ કરાય તેવી રજૂઆત સપ્ટેમ્બર માસમાં કરાઈ છે. જો કે હજુ સુધી આ મામલે કોઇ કાર્યવાહી થઈ નથી.