૨૩ નવેમ્બર મતગણતરી દિવસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ના સર્જાય જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

૨૩ નવેમ્બર મતગણતરી દિવસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ના સર્જાય જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

મતગણતરી દિવસ દરમિયાન પાલનપુર થી અમદાવાદ તરફ જતા વાહનોને એસબીપુરા ચાર રસ્તા થી ડાયવર્ટ કરી જગાણા અશોક લેલન ચાર રસ્તા સુધીનો હાઇવે રોડ વન-વે કરી ડાયવર્ઝન રહેશે ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, તા.પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે.

મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરી દરમ્યાન વ્યવસ્થાના ભાગરૂપે સરકારી ઇજનેરી કોલેજ, જગાણા, તા.પાલનપુર ખાતે હાઇવે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તથા વાહનના અવર-જવર અને ઇમરજન્સી સેવાઓને અસર ન થાય તેમજ કોઈ અટઘટિત ઘટના ન બને તે માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ- ૩૩(૧) ખંડ (ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

મતગણતરી દિવસ દરમિયાન પાલનપુર થી અમદાવાદ તરફ જતા વાહનોને એસબીપુરા ચાર રસ્તા થી ડાયવર્ટ કરી જગાણા અશોક લેલન ચાર રસ્તા સુધીનો હાઇવે રોડ વન-વે કરી ડાયવર્ઝન કરવાનું રહેશે. આ હુકમ તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ સવારના ૦૫:૦૦ કલાકથી મતગણતરી પુર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ઉકત હુકમ ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ, સરકારી, સુરક્ષા વ્યવસ્થા માટેના તથા ચૂંટણી ફરજ ઉપરના વાહનોને લાગુ પડશે નહિ.

સદરહુ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ સજાને પાત્ર ઠરશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

subscriber

Related Articles