માછીમારોનું જહાજ ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું 11 ક્રૂ મેમ્બરને રિકવર કરવામાં આવ્યા

માછીમારોનું જહાજ ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું 11 ક્રૂ મેમ્બરને રિકવર કરવામાં આવ્યા

ગોવાના ઉત્તર-પશ્ચિમમાં સમુદ્રમાં ભારતીય નૌકાદળ સાથે અકસ્માત થયો હતો. ભારતીય માછીમારી જહાજ માર્થોમા ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું હતું. મળતી માહિતી મુજબ માછીમારીના જહાજમાં 13 લોકોનો ક્રૂ સવાર હતો. નેવીએ આમાંથી 11 લોકોને સફળતાપૂર્વક બચાવી લીધા છે. દરમિયાન, અન્ય બે લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ભારતીય નૌસેનાએ આ દુર્ઘટના વિશે માહિતી આપી

ગોવાના દરિયાકાંઠે 70 નોટિકલ માઈલ દૂર ભારતીય નૌકાદળની સબમરીન અને માછીમારી જહાજ માર્થોમા વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માત ગુરુવારે સાંજે થયો હતો. દુર્ઘટના બાદ ભારતીય નૌકાદળ દ્વારા તરત જ શોધ અને બચાવના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 11 ક્રૂ મેમ્બરને રિકવર કરવામાં આવ્યા છે.

માછીમારી જહાજના બે કર્મચારીઓને શોધવા અને બચાવવા માટે નેવી દ્વારા પ્રયાસો ચાલુ છે. નેવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુંબઈ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. બચાવ પ્રયાસો વધારવા માટે વધારાની સંપત્તિઓ મોકલવામાં આવી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

subscriber

Related Articles