રાધનપુર માંથી બીલવગર કુલ-52 મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ
પાટણ એસ.ઓ.જી ટીમે બાતમીના આધારે બીલ વગરના 52 મોબાઇલ સાથે એક શખ્સની રાધનપુર ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓ તરફથી મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે પો.ઇન્સ.આર.જી.ઉનાગર એસ.ઓ.જી.પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમના માણસો સ.વા.માં રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન રાધનપુર, મસાલી રોડ પાસે આવતા બાતમી હકીકત મળેલ કે એક ઇસમ મો.સા.નં. GJ-08-AA-5545 વાળો તેની પાસેના થેલામાં બીલ વગરના મોબાઇલ ફોન લઇને રાધનપુર, ભાભર ત્રણ રસ્તા, પુલની નીચે ઉભેલ છે.
બાતમી આધારે તપાસમાં રહેતા પ્રવિણ કુમાર રૂગનાથભાઇ રામજીભાઇ જાતે.જોષી ઉ.વ.આ.20 રહે.સુરાણા તા.દિયોદર જિ.બ.કાંઠાવાળો ઇસમ મળી આવેલ જેને મો.સા. સંબંધે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી કે પુરાવા રજુ કરી શકેલ નહી જેથી તેની અંગઝડતી તેની બેગ માંથી કિપેડ વાળા કુલ-52 મોબાઇલ મળી આવેલ જે સંબંધે પણ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-35(1)(ઇ) મુજબ અટક કરી ઘટીત કાર્યવાહી કરવા સારૂ રાધનપુર પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.