યાત્રાધામ અંબાજી મંદિર નો ભંડાર છલકાયો, દિવાળી ની સીઝન માં ત્રણવાર ભંડાર ગણાયો, રૂ. 1.65 કરોડોની થઈ આવક
શક્તિપીઠ અંબાજી ગુજરાતની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ને દિવાળીના પર્વમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
અંબાજી ખાતે દિવાળીના વેકેશનમાં માતાજીનાં ભક્તો દિવાળીથી દેવ દિવાળી સુધી માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતાં અને ત્યારબાદ શ્રધ્ધાળુઓ એ માતાજીનો ભંડારો પણ છલકાવી દીધો હતો. અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડાર ખુલે છે. જેમાં CCTVની નિગરાની માં ભંડાર ગણતરીમાં જોડાયા હતા. દીવાળી બાદ અત્યાર સુધીમાં અલગ અલગ ત્રણવાર ખોલવા માં આવેલ ભંડાર ગણતરીમાં કરોડોની રોકડ રકમ નું દાન આવ્યું છે.
ત્યારે દિવાળીનાં તહેવાર નિમિત્તે પણ ભકતોએ અંબાજી મંદિરમાં ભક્તો દૂરદૂરથી માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે દિવાળીનાં તહેવાર નિમિત્તે પણ ભકતોએ માતાજીનાં ભંડાર અને ગબ્બર પર્વતના મંદીરમાં મોટી સંખ્યામાં દાન ભેટ ચઢાવી હતી. દિવાળી બાદના પ્રથમ ભંડારમાં 64 લાખની આવક થઈ હતી, ત્યારબાદ બીજા ભંડારમાં 52 લાખની આવક થઈ હતી અને આજે ત્રીજા ભંડારના દીવસે અંદાજે 45થી 50 લાખની આવક થઈ હતી.અંબાજી મંદિરમાં ભક્તો અવારનવાર સોનું ચાંદી પણ ભેટ આપતા હોય છે. ત્યારે દિવાલી બાદ ત્રણ વખત અંબાજી મંદિરના ખુલેલા ભંડારમાંથી દાનની આવક 1.65 કરોડો જેટલી થઈ હોવાનુ અંબાજી મંદિર ટ્રસ્ટ ના અધિક કલેકટર કૌશિક મોદી એ જણાવ્યુ હતું.