લકઝરી બસ સહિત રૂ.12.25 લાખના મુદ્દામાલ કબ્જે: 4 ઇસમોની અટકાયત; પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ની હદમાં ખેમાણા ટોલનાકા પાસે એક લકઝરી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. એલસીબી પોલીસે લકઝરી બસ સહિત કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 4 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા એલસીબી પોલીસે ખેમાણા ટોલનાકા પાસેથી બિકાનેરથી અમદાવાદ જતી લકઝરી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. લકઝરી બસમાંથી રૂ.2 લાખની કિંમતની 844 વિદેશી દારૂ- બિયરની બોટલ સાથેનો જથ્થો ઝડપાયો હતો. વિદેશી દારૂ સાથે રૂ.10 લાખની લકઝરી બસ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પાલનપુર તાલુકા પોલીસની હદમાંથી એલસીબી પોલીસે લકઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે 4 ઇસમોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.