અંબાજી ના કુમ્ભારીયા જૈન દેરાસર માં લાખો રૂપિયા ની ચોરી નો ભેદ ઉકેલાયો બે આરોપીઓ ઝડપાયા
ગત તારીખ 05 અને 06 નવેમ્બર ની મધ્યરાત્રિ એ કેટલાક અજણયા સક્સો એ યાત્રાધામ અંબાજી ના કુમ્ભારીયા જૈન દેરાસર ના પાર્કિંગ વિસ્તાર માંથી ઉભી રહેલી કાલા રંગની કારના પાછળની ભાગના કાંચ તોડી ચોરી ને અંજામ આપ્યો હતો ને તસ્કરો એ કાર માં પડેલા બેગ ઉઠાવી ગયા ને બેગ માંથી લાખો રૂપિયાં ના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી હતી આ મામલે અંબાજી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવા પામી હતી જે બાબતે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને ડીવાયએસપી ડો.જીગ્નેશ ગામીત ના માર્ગદર્શન હેઠળ અંબાજી સ્થાનિક પોલીસ સાથે બનાસકાંઠા જિલ્લા ની LCB,SOG,ડોગસ્કોડ,FSL સહીત ની સ્થાનિક પોલીસ આ થયેલી ચોરી ને ઝડપવા કામે લાગ્યા હતા.
ત્યારે પોલીસ ને સફળતા મળી છે ને એક જ સપ્તાહ માં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી દેવાયો છે જેમાં બે આરોપીઓ ની અટકાયત કરવામાં આવી છે. આ બને આરોપીઓ અંબાજી નજીક ના જેતવાસ ગામ ના રહેવાસી નંબર -1 ગુલા હાજા ભાઈ ખરાડી અને નંબર-2 ગોવા ભરમાભાઈ ડૂંગાઈસા આ બંને આરોપીઓ ને ઝડપી પાડી ચોરાયેલા મુદામાલ ના દાગીના અંદાજે કિંમત રૂપિયા 37.50 લાખ ના કબ્જે લેવાયા છે.
જોકે આ આરોપીઓ પાસે થી હજી 1.56 લાખ ની રોકડ રકમ ન મળી આવતા અંબાજી પોલીસે બંને આરોપીઓ ને દાંતા નામદાર કોર્ટ માં રજુ કરી બે દિવસ ના રિમાન્ડ લેવાયા છે આ બંને આરોપીઓ સામે કાયદા ની જોગવાઈ મુજબ BNS ની કલમ 303/2 ,324(2) મુજબ ની કલમો પ્રમાણે ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે મહત્તમ આ આ ગુન્હા ની તપાસ અંબાજી ના પીઆઇ આર બી ગોહિલ ASI લલિતભાઈ પરમાર PC જયેશભાઇ જોશી તેમજ LIB ના રાજીવ બૂમબડીયા સાથે મળી ને ચલાવી રહ્યા છે.