હજારો વિદ્યાર્થીઓ પ્રયાગરાજના રસ્તાઓ પર એકઠા થયા છે. આ તમામ વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા છે. સિવિલ યુપી પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવતી PCS પ્રી 2024 અને RO/ARO પ્રિલિમિનરી પરીક્ષા 2023 માટે એક દિવસ અને એક પેપરની માગણી સાથે હજારો સ્પર્ધક વિદ્યાર્થીઓએ કમિશનના ગેટ પર વિરોધ કરવાનું શરૂ કર્યું છે. સ્પર્ધક વિદ્યાર્થીઓના વિરોધના એલાનને કારણે પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ બેફામ બન્યા બાદ કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય.
હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે સૂત્રોચ્ચાર
પબ્લિક સર્વિસ કમિશનના ગેટ પર હજારો સ્પર્ધક વિદ્યાર્થીઓ હાથમાં પોસ્ટર અને બેનરો સાથે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સ્પર્ધક વિદ્યાર્થીઓની માંગ છે કે પીસીએસ પ્રી 2024 અને આરઓ અને એઆરઓ પ્રી 2023ની પરીક્ષાઓ એક જ દિવસમાં એક જ શિફ્ટમાં લેવામાં આવે. તેઓ સામાન્યીકરણની પ્રક્રિયાનો પણ વિરોધ કરી રહ્યા છે.