ધાનેરા કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા ફટકારી

ધાનેરા કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા ફટકારી

ધાનેરા તાલુકાના ગામના સુથાર પિયુષભાઈ પુનમભાઇ તથા ધાનેરાના કણબી (માળવી) દિનેશભાઈ જોઇતાભાઇ રહેવાસી ધાનેરાવાળા ને 16 લાખ 25 હજાર રૂપિયા આપેલ જેનો ચેક રિટર્ન થતો ધાનેરા કોર્ટમાં કેસ ચાલી જતાં ધાનેરા કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.

ધાનેરા તાલુકાના રવિયા ગામના સુથાર પિયુષભાઈ પુનાભાઈ તથા કણબી (માળવી )દિનેશભાઈ જોઇતાભાઇ રહેવાસી ધાનેરાવાળાની ધાનેરા ખાતે વડવાળા ઈરીગેશનની દુકાન ભાગીદારીમાં હોય એકબીજાના વિશ્વાસથી પિયુષભાઈએ આરોપી દિનેશભાઈ ને ટ્રેક્ટર ખરીદવા ત્રણ લાખ, ગાડી લાવવા અઢી લાખ ખેતર લાવવા માટે દસ લાખ તથા તેમના પુત્રને બીમારી હોય દવાખાના ખર્ચે 75 હજાર રૂપિયા મળી કુલ 16 લાખ 25 હજાર રૂપિયા પુરા જેના પેમેન્ટ બાબતે વાત કરતા ખેતર વેચીને આપીશું તેમ જણાવેલ.

પરંતુ આપેલ ન હોય તેમને આપેલ ચેક 22-6-2015 ના રોજ બેંકમાં નાખતો જે બેંકમાંથી રિટર્ન થતો પિયુષભાઈએ ધાનેરા કોર્ટમાં કેસ કરતાં કોર્ટના ન્યાયાધીશ હરીપ્રીત સિંહ તમામ કેસનો અભ્યાસ કરી આરોપી દિનેશભાઈને ઠરાવી એક વર્ષની શાદી કેદની સજા તથા 16,25,000 વર્કર તરીકે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે જો પેમેન્ટ સમયસર ચૂકવામાં નિષ્ફળ જાય તો વધુ 10 દિવસની સજાઓ કમ કર્યો હતો.

subscriber

Related Articles