વિરમાયા સેના પાટણ દ્રારા સમાજના દાતાઓના સહયોગથી આયોજિત રસીકરણ કાર્યક્રમની સૌએ સરાહના કરી: પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ દ્રારા પોતાના સમાજની દિકરીઓ માટે આયોજિત કરતાં ગભૉસય ના કેન્સર પ્રતિરોધક રસીકરણ ના નિ:શુલ્ક કાર્યક્રમોની પ્રેરણા મેળવી વીરમાયા સેના પાટણ આયોજિત 135 વણકર સમાજ પૈકીના 11 ગામોની 90 દિકરીઓને રવિવારે શહેરની હાસાપુર સ્થિત વણકર સમાજની વાડી ખાતે વિનામૂલ્યે સવૉઈકલ કેન્સર પ્રતિરોધક પ્રથમ રસીકરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
વિરમાયા સેના પાટણ આયોજિત આ નિશુલ્ક સવૉઈકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ ને 135 વણકર સમાજ ના સૌ પરિવારજનો સહિત સમાજની દીકરીઓએ સરાહનીય લેખાવી દાતા પરિવાર સહિત આયોજકો નો આભાર પ્રગટ કર્યો હતો. પાટણ સ્થિત હાસાપુર નજીક ની વણકર સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવેલ નિશુલ્ક સવૉઈકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમમાં સમાજના દાતા ગંગાબેન કાંતીભાઇ સોલંકી ( ફિચાલ),ડો.કે.પી. સુતરીયા,મેહુલભાઈ વાધેલા (બાલીસણા), સાથે વિરમાયા સેના પાટણ ના સેવાભાવી સભ્યો મનિષભાઈ સોલંકી,મહેન્દ્રભાઈ પરમાર, અનિલભાઈ પરમાર,જયેશભાઈ મકવાણા, ઉતમભાઈ પરમાર સહિત સમાજ આગેવાનો, યુવા કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.