ઊંઝા જી.મ.કન્યા વિદ્યાલય પ્રાથમિક અને ડે સ્કુલની ૮૨ વિદ્યાર્થિનીઓએ ખેલમહાકુંભ 3.0 ની તાલુકા કક્ષાની વિવિધ રમતોમાં ૧૯ મેડલ પ્રાપ્ત કરી ઈતિહાસ રચ્યો છે. ખો-ખો અંડર ૧૭ ચેમ્પિયનશિપ ૧૨ વિદ્યાર્થીનીઓને ૧૨૦૦૦ રૂપિયા ઇનામ, ખો-ખો અંડર ૧૪ દ્વિતીય ૧૨ વિદ્યાર્થીનીઓને ૯૦૦૦ રૂપિયા ઇનામ, કબડ્ડી અંડર ૧૪ દ્વિતીય ૧૨ વિદ્યાર્થીનીઓને ૯૦૦૦ રૂપિયા ઇનામ, કબડ્ડી અંડર ૧૭ તૃતીય ૧૨ વિદ્યાર્થીનીઓને ૬૦૦૦ રૂપિયા ઇનામ, વોલીબોલ અંડર ૧૭ તૃતીય ૧૨ વિદ્યાર્થીનીઓને ૬૦૦૦ રૂપિયા ઇનામ, રસ્સા ખેંચ અંડર ૧૭ દ્વિતીય, ચેસ અંડર ૧૧ રિચા પટેલ પ્રથમ, સ્વરા પટેલ દ્વિતીય, ઈશાની પટેલ તૃતીય, ચેસ અંડર ૧૪ આરના પટેલ પ્રથમ, માન્યતા ત્રીવેદી દ્વિતીય, ઘ્યાની પટેલ તૃતીય, ચેસ અંડર ૧૭ એન્જલ માળી પ્રથમ, નેન્સી પટેલ દ્વિતીય, રીષ્ટી પટેલ તૃતીય, યોગ અંડર ૧૭ શ્યામા પટેલ પ્રથમ, ગોળા ફેંક અંડર ૧૭ સૌમ્યા પટેલ પ્રથમ, ચક્ર ફેંક અંડર ૧૪ ઋશ્વી પ્રજાપતિ પ્રથમ, ચક્ર ફેંક અંડર ૧૭ સૌમ્યા પટેલ પ્રથમ નંબર મેળવેલ છે. તાલુકા કક્ષાએ કુલ ૧૯ મેડલ મેળવી વિદ્યાલયને ગૌરવ અપાવ્યું હતું. આ ૮૨ વિદ્યાર્થીનીઓ તેમજ વ્યાયામ શિક્ષકને કન્યા કેળવણી મંડળ તથા આચાર્યા રાજેશ્રીબેન પટેલ સહિત સમસ્ત વિદ્યાલયે અભિનંદન પાઠવ્યા હતા.
- January 15, 2025
0
25
Less than a minute
You can share this post!
editor