રશિયામાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કામચાટકાના પૂર્વી કિનારા નજીક આવેલો આ ભૂકંપ ખૂબ જ તીવ્રતાનો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી. રિક્ટર સ્કેલ પર 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ એટલે કે તે એટલો ગંભીર છે કે તેના કારણે ઇમારતો ધરાશાયી થઈ શકે છે અને જાનમાલનું ભારે નુકસાન થઈ શકે છે. રશિયામાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, આ ભૂકંપે રશિયાને હચમચાવી નાખ્યું હશે. છેલ્લા 6 મહિનામાં (માર્ચ થી 13 સપ્ટેમ્બર 2025) દુનિયાભરમાં ધરતીકંપોનો સિલસિલો ચાલી રહ્યો છે. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) મુજબ, આ સમયગાળા દરમિયાન લગભગ 1 લાખ, 10 હજાર ભૂકંપ નોંધાયા હતા.
- September 13, 2025
0
116
Less than a minute
You can share this post!
editor
Related Articles
ભારત અને કેનેડાએ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે…
- March 18, 2026
ઈરાનના જહાજો પરના કબજા વચ્ચે ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને…
- March 18, 2026
મૃત્યુની અફવાઓ વચ્ચે ઇઝરાયલી વડાપ્રધાનનો નવો ફોટો શેર…
- March 18, 2026

