નદી,તળાવ,નહેરમાં ડુબી જવાની ઘટનાઓની સંભાવનાને પગલે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું; ગૃહ વિભાગ, ગાંધીનગરના આમુખ- ૧ના પત્રથી પાટણ જીલ્લામાં આવેલ જુદા-જુદા જળાશયો (નદી, તળાવ, નહેર,)માં નહાવા પડેલ વ્યકિતઓના ડુબી જવાની ઘટનાઓ બનવાની શક્યતા હોય તેવા ભયજનક સ્થળોની યાદી બનાવી,આ પ્રકારના ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા સૂચના આપવામાં આવેલ છે.
જે અન્વયે સબ ડીવીઝનલ મેજી.રાધનપુર,સમી, પાટણ તથા સિધ્ધપુર દ્રારા અનુક્રમે આમુખ-૨ થી ૫ ની વિગતે અત્રેના જિલ્લામાં આવેલ જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં આવી ઘટનાઓ બનવા શક્યતા હોય તેવા ભયજનક સ્થળોની યાદી મોકલી, સદરહુ ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા દરખાસ્ત કરવામાં આવેલ છે.
પાટણ જીલ્લાના જુદા જુદા જળાશયો(નદી, તળાવ, નહેર)માં નહાવા પડેલ વ્યકિતઓના ડુબી જવાથી મરણ થવાની ઘટનાઓ બનવાની શક્યતાઓને ધ્યાને લઇ પાટણ જીલ્લામાં આવેલા ૬૭ ભયજનક સ્થળોએ કોઇપણ વ્યકિત/પ્રવાસીઓના જળાશયોમાં નહાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવો આવશ્યક જણાય છે.જે અંતર્ગત વી.સી.બોડાણા(GAS), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ થી મળેલ સત્તાની રૂએ પાટણ જીલ્લામાં આવેલ ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓના જળાશયોમાં નહાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે પાટણ જીલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.

