742 હડતાળીયા આરોગ્ય કર્મીઓને નોટિસ ફટકારાઇ
કરાર આધારિત કર્મચારીઓ થકી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ; પડતર માંગણીઓને લઈને રાજ્ય ના આરોગ્યકર્મીઓ હડતાળ પર છે. ત્યારે હડતાળ પર ઉતરેલા બનાસકાંઠા જિલ્લાના 1313 પૈકી 742 આરોગ્યકર્મીઓને નોટિસ ફટકારી ફરજ પર હાજર થવાની તાકીદ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પડતર માંગણીઓને લઇ અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના 1314 આરોગ્ય કર્મીઓ જોડાયા હતા. જોકે આરોગ્ય કર્મચારી ઓની હડતાળથી આરોગ્ય સેવા પર અસર વર્તાતા આરોગ્ય વિભાગ દ્વારા હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને સર્વિસ બ્રેકની નોટિસો ફટકારવામાં આવી હતી. જેને લઈને જેની ફરજના 5 વર્ષ પૂર્ણ થયાં ન હોય તેવા નવા કર્મચારીઓ ફરજ પર હાજર થઈ ગયા હતા. જોકે, જુના કર્મચારી ઓ હજી પણ હડતાળ પર છે. જેથી હળતાળ પર રહેલા 742 કર્મીઓને નોટિસ ફટકારી તાકીદ કરવામાં આવી હોવાનું એપેડોમયોલોજીસ્ટ ડો.ભારમલ પટેલે જણાવ્યું હતું.
વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ; બનાસકાંઠા જિલ્લાના 1314 આરોગ્યકર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેઓને સર્વિસ બ્રેકની નોટિસો ફટકારતા 5 વર્ષ પૂર્ણ થયા ન હોય તેવા 572 નવા કર્મચારીઓ ફરજ પર હાજર થઈ ગયા છે. ત્યારે હજીપણ હડતાળ પર રહેલા 742 આરોગ્ય કર્મચારી ઓને લઈને આરોગ્ય સેવા કથળી છે. ત્યારે તંત્ર દ્વારા સી.એચ.ઓ અને કરાર આધારિત કર્મચારીઓ થકી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માં આવી હોવાનો દાવો આરોગ્ય વિભાગે કર્યો હતો.