વાવની પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા માવજીભાઈ પટેલ સહિત 5 ને સસ્પેન્ડ કરાયા

વાવની પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા માવજીભાઈ પટેલ સહિત 5 ને સસ્પેન્ડ કરાયા

ભાજપના આગેવાન અને ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલને પણ કરાયા સસ્પેન્ડ

દેવજીભાઈ પટેલ દલારામભાઈ પટેલ જામાભાઈ પટેલને પણ કરાયા સસ્પેન્ડ

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર  પાંચ ને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરી કરાયા સસ્પેન્ડ

વાવ વિધાનસભાની ચૂંટણી માં મતદાન નાં બે દિવસ પહેલા ભાજપ પક્ષ ની કાર્યવાહી

અપક્ષ ઉમેદવાર માવજી પટેલની ઉમેદવારી ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોને ભારે પડે તેમ છે. માવજી પટેલ આખા વાવમાં સભા ગજવી રહ્યા છે. હાલ માવજી પટેલ સમગ્ર રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે તેમણે એક સભામાં કરેલું નિવેદન ચર્ચામાં આવ્યું હતું.

પાટીલે વાવમાં જઈને જવાબ આપ્યો પાવર મારો નહીં, કાર્યકર્તાઓનો

સી. આર. પાટીલ માવજીભાઈના નિવેદન પર 5 દિવસ પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વાવ વિધાનસભામાં જઈને જવાબ આપ્યો હતો. પાટીલે 7મી નવેમ્બરે ભાભરમાં કાર્યકરોની એક બેઠક કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપમાં પાવર પાટીલનો નહીં, પરંતુ પાર્ટીના કાર્યકરોનો છે, નરેન્દ્ર મોદીનો છે. પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હોવાનો પાટીલે સ્વીકાર કર્યો હતો, જોકે તેમણે ભાજપના ઉમેદવાર જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

subscriber

Related Articles