ભાજપ ના ચૂંટણી નિરીક્ષક બ્રિજરાજસિંહ ઝાલા અને સહ ચૂંટણી નિરીક્ષક પ્રકાશ પટેલની આગેવાની હેઠળ ફોમૅ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ ગુજરાતના 50% જિલ્લામાં આગામી તારીખ 10 જાન્યુઆરી સુધીમાં જિલ્લા પ્રમુખના નામોની યાદી જાહેર કરાઈ તેવી સંભાવના
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં શનિવારથી ભાજપના જિલ્લાના પ્રમુખોની વરણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં પાર્ટીના નવા નિયમોમાં બંધ બેસતા નેતાઓએ જિલ્લા કાર્યાલય પર પોતાના બાયોડેટા સાથે પ્રમુખ પદના ફોર્મ ભરી પોતાની દાવેદારી કરી હોવાનું જાણવા મળ્યું છે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ શનિવારે ચૂંટણી અધિકારી અને સહ ચૂંટણી અધિકારી સમક્ષ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ની દાવીદારી નોંધાવનારા ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ફોર્મ ભર્યા હતા.
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારે ભાજપ ના ચૂંટણી નિરીક્ષક બ્રિજરાજસિંહ ઝાલા અને સહ ચૂંટણી નિરીક્ષક પ્રકાશ પટેલ ની ઉપસ્થિત માં ફોમૅ ભરવાની પક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં જિલ્લા માથી કુલ 40 જેટલા ભાજપના સક્રિય કાર્યકરોએ પોતાના બાયોડેટા સાથે ફોમૅ ભર્યા હોવાનું જિલ્લા કાર્યાલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ માટે જિલ્લામાથી આવેલા નામની યાદી પ્રદેશ ભાજપ ને મોકલી આપવામાં આવશે અને તે યાદી મુજબ પ્રદેશ ભાજપ દ્વારા કેટલાક નામ નક્કી કરી તેનું સંકલન કરી ભાજપના હાઈ કમાન્ડ સાથે વિચાર વિમશૅ કરી આગામી 10 જાન્યુઆરી સુધીમાં ગુજરાત ના 50 ટકા જિલ્લામાં જિલ્લા પ્રમુખોની નામની યાદી જાહેર થવાની સંભાવના હોવાનું તેઓએ જણાવ્યું હતું.