પાટણ-ચાણસ્મા હાઇવે પર પાટણ તાલુકાના રાજપુર અને ગદોસણ વચ્ચે એક ઇનોવા કારે વેગનઆરને પાછળથી ટક્કર મારતાં વેગનઆર કાર ૫૦ ફૂટ ઢસડાઈને રોડની સાઈડમાં ફંગોળાઈ હતી. આ અકસ્માતમાં વેગનઆર માં સવાર ગદોસણ નિવાસી સચિન પટ્ટણી તેમની પત્ની મનીષાબેન અને ભાણી સંજનાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જયારે મનીષાબેનના ખોળામાં બેઠેલા ૪ વર્ષના પુત્ર જીયાન્સને માથામાં ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક પાટણ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો,જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક બાળકના પિતા સચિન પટ્ટણીએ પાટણ તાલુકા પોલીસ મથકે આ અકસ્માત મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- September 3, 2025
0
136
Less than a minute
You can share this post!
editor

