મહેસાણામાં મોડી રાત્રે રાધનપુર ચોકડી નજીક યુવાનની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. રાધનપુર ચાર રસ્તાથી ગોપીનાળા તરફ જવાના રસ્તે પોતાના એક્ટિવા પર જય રહેલા યુવકને કાર ચાલકે કાર અથડાવી ટક્કર મારી હતી. જોરદાર ટક્કર વાગ્યા બાદ એકટીવા ચાલક યુવક પછડાયો હતો. તે સમયે કારમાંથી ઘાતક હથિયારો સાથે ચારેક ઈસમોએ ઉતરીને લાકડીઓ વડે હુમલો કરી યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. ચારેય ઈસમો દ્વારા સખત માર મારવામાં આવતા તેમજ અકસ્માત અને હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા આજુબાજુના વિસ્તારમાં અરેરાટી અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.
અગાઉ એક વર્ષ જૂની અંગત અદાવતમાં સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે આ હત્યાને અંજામ આપવાની તમામ કોશિશ CCTV કેમેરામાં કેદ થઇ હતી. મહેસાણા શહેરના મગપરા ખાતે રહેતો વિક્રમસિંહ વાઘેલા 15મી એપ્રિલની રાત્રે 11 પોતાના એક્ટિવા પર પોતાની દીકરી સાથે મગપરા રોડ પર નીકળ્યો હતો. આ દરમિયાન ગાડીમાં આવેલા આરોપીઓએ વિક્રમસિંહ વાઘેલાના એક્ટિવાને ટક્કર મારી રોડની સાઈડમાં ઘસેડી લઈ ગયા હતા. ત્યારબાદ વિક્રમસિંહ વાઘેલા પર ઘાતક હથિયાર સાથે તૂટી પડ્યા હતા. ચાર શખસ દ્વારા હુમલા બાદ હોબાળો થતાં મૃતકનો ભાઈ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેથી હુમલો કરનારા 4 જણા ગાડી લઈ ફરાર થઇ ગયા હતા. જે દરમિયાન ઘાયલ થયેલા પોતાના ભાઈને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે વિક્રમસિંહને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
હુમલો કરનારે ત્રણેક દિવસ પહેલાં ધમકી આપી હતી; ફરિયાદીના ભાઈ અજય વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે “મારા ભાઈ એ એક વર્ષ અગાઉ અમારા મહોલ્લામાં રહેતા રાહુલસિંહ રમેશસિંહ વાઘેલાને માર માર્યો હતો અને એ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેની અદાવત રાખી ત્રણ દિવસ અગાઉ મૃતકે ફરિયાદીને કહ્યું હતું કે રાહુલસિંહ વાઘેલા મને મારવા ફરી રહ્યો છે. તમે બધા સાચવી ને રહેજો. આમ ફરિયાદીએ રાહુલ વાઘેલા અને અન્ય ત્રણ ઈસમો સામે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી છે. CCTVમાં ઘટના કેદ થઈ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે એક કારમાં આવેલા ચાર શખ્સોએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. મહેસાણા બી ડિવિઝન પોલીસે રાહુલસિંહ વાઘેલા અને અન્ય ત્રણ શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


