અંદાજે એક લાખ ઉપરાંતના ગાંજાના ૨૦ છોડ સાથે એક શખ્સની કરાઈ અટકાયત
પાલનપુર એસઓજીના પીઆઈ એસ.બી.ગોંડલીયાને બાતમી મળી હતી કે ધાનેરા તાલુકાના શેરપુરા વિસ્તારમાં રહેતા ઉકાજી હેમાજી લુહારે તેમના રહેણાંક ઘર આગળ ગાંજાના કુલ ૨૦ છોડ ઉગાડેલા છે. જે બાતમીના આધારે એસઓજી સ્ટાફના ખેમાભાઈ વિગેરેએ સ્થળ પરથી કિંમતી રૂ.૧,૦૨,૭૧૦નો ૧૦ કિલો ૨૭૧ ગ્રામ વજનનો ગાંજો જપ્ત કર્યો છે. આ મામલે ધાનેરા પોલીસ સ્ટેશને એનડીપીએસ એક્ટની કલમ ૮(સી) અને ર૦(એ)(આઈ)હેઠળ ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા આ ગાંજાનો ઉપયોગ ક્યાં થતો હતો અને તેના પાછળ કોઈ મોટા માથાનો હાથ છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.