સાંસદ હરિભાઈ પટેલની રજુઆત ને પગલે વિવિધ ફર્ટિલાઈઝર કંપની 24 કલાક કરી રહી છે વિતરણ વ્યવસ્થા
મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.મહેસાણા જિલ્લામાં જાન્યુઆરી માસ દરમિયાન ખાતરની અંદાજીત 5000 મેટ્રિક ટન જરુરીયાત સામે માત્ર બે જ દિવસમાં 3000 મેટ્રિક ટન ખાતરની ફાળવણી કરવામાં આવી છે.મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રસાયણ મંત્રી જે પી નડ્ડાજીને ગુજરાતના ખેડૂતોના હિતમાં ખાતર અંગે ત્વરિત ફાળવણીનો નિર્ણય લેવા રજુઆત કરાઈ હતી.આ રજૂઆતને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી જાન્યુઆરી માસ માટે જરૂરી ક્વોટા પૈકી 50 ટકા કરતા વધુ ક્વોટાની એક જ દિવસમાં ફાળવણી કરી દેવાઈ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ખાતરની ફાળવણી સમયસર કરવા રજુઆત કરી હતી.મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની આ રજુઆત રંગ લાવી છે.મહેસાણા જિલ્લાને માત્ર બે જ દિવસમાં 3000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.