દાંતીવાડા જ્યુડી મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો દાંતીવાડા તાલુકાના ભાખર મોટી ગામે ડેરીમાં દૂધ ભરાવવા બાબતે ત્રણ ઈસમોએ છરા તથા ગડદા પાટુનો માર માર્યો હતો. જેનો કેસ ચાલી જતા દાંતીવાડા જ્યુડી. મેજી.કોર્ટના ન્યાયાધીશ એસ.બી.ચૌહાણે આરોપીઓને ત્રણ વર્ષની સજાનો હુકમ કરેલ છે. બનાવની વિગત મુજબ ભાખરમોટી ગામના વાઘેલા અજમલસિંહ, જીતેન્દ્રસિંહ અને મહેન્દ્રસિંહને ગણપતસિંહ મેઠુસિહ વાઘેલા, હરપાલસિંહ જામતસિંહ અને વાઘેલા સંજયસિંહ મુલસિંહે ડાભીપુરા ગામની ડેરીએ કેમ દૂધ ભરાવતા નથી? તેમ કહી તકરાર કરી ગણપતસિંહે અજમલસિંહને માથામાં છરો મારી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી અને જીતેન્દ્રસિંહ તથા મહેન્દ્રસિંહને સ્ટીલની બરણીનું ઢાંકણું માથામાં મારી તથા ગડદા પાટુનો માર મારી ઈજાઓ પહોંચાડેલ હોઈ તેઓએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધેલ અને ગંભીર ઈજાના કારણે માથામાં ૧૫ ટાંકા આવેલ અને ત્રણ દિવસ અંદરના દર્દી તરીકે દવાખાને રહેવું પડેલ હતું. આ બાબતની ફરિયાદ અજમલસિંહના પિતા ગોવિંદસિંહ દૂધસિંહે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૨૩,૩૨૪ ૫૦૬ ,(૨) મુજબની ફરિયાદ નોંધાવેલ હતી. જે બાબતનો કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીઓ વિરુદ્ધ સરકારી વકીલ જે.જે. મોર તથા ફરિયાદી પક્ષના વકીલ બી.સી.બારોટની રજૂઆતો ગ્રાહ્ય રાખી આરોપીઓને ઈ.પી.કો. કલમ ૩૨૩ ના ગુનામાં એક વર્ષ તથા ૩૨૪ ના ગુનામાં ત્રણ વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.

- February 13, 2025
0 68 Less than a minute
You can share this post!
editor