તંત્રની કાર્યવાહીથી ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો; બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તંત્રની રહેમ નજર તળે ધમધમી રહી છે. તેથી જાગૃત નાગરિકો દ્વારા મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી તંત્રનું ધ્યાન પણ દોરેલ છે. પરંતુ ક્યાં કારણોસર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવતી નથી? તે પણ એક મોટો સવાલ છે. ત્યારે ભાભર વિસ્તારમાં ગત ૮ એપ્રિલની રાત્રે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ મળેલી બાતમીના આધારે નાઈટ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન ત્રણ ટર્બોને રોકાવી અંદર તપાસ કરતા તેમાં ઓવરલોડ રેતી ભરેલ હોવાનું જણાયું હતું. જેના પગલે ત્રણ ટર્બોને ઝડપીને ભાભર પોલીસ મથકે સુપરત કરવામાં આવેલ. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના પગલે રોયલ્ટી ચોરી તેમજ ઓવર લોડ ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
- April 10, 2025
0
339
Less than a minute
You can share this post!
editor

