ડીસા હાઈવે પર ખોડિયાર હોટલ પાસે ટ્રક અને છકડા રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા છકડામાં બેઠેલા દેવીપુજક પરીવારના 3 સભ્યોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 108 નીઇટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાથી બે લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા જેમાં ઈજાગ્રસ્ત દર્દીઓ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ ના હોવાના કારણે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી સમગ્ર ઘટનાના પગલે ડીસા રૂરલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધું તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલનો દરજ્જો ધરાવતી ડીસા સિવિલ હોસ્પિટલમાં અકસ્માત જેવી ઘટનાઓ બને તે 108 મારફતે ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. પરંતુ ડીસા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે પુરતી મશીનરી સહિત સુવિધાઓ ઉપલબ્ધ ના હોવાથી દર્દીઓ સહિત દદીઓના સગાંસંબંધીઓ પણ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે ક્યાંક ને ક્યાંક નબળી નેતાગીરી જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે.