કડી શહેરમાં નાનીકડી વિસ્તારમાં આવેલી બાલાપીર દરગાહમાં ગત 26 જાન્યુઆરીએ સ્થાનિક પત્રકાર પર થયેલા કથિત હુમલામાં નવો વળાંક આવ્યો હોય તેમ હુમલો કર્યા બાદ નાસી છૂટેલા અન્ય રણ આરોપીઓએ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે. નાનીકડી વિસ્તારની બાલાપીર દરગાહમાં કડીના સ્થાનિક પત્રકાર પર થયેલા કથિત હુમલાના કેસમાં ફરાર થયેલા ત્રણ આરોપીઓએ આખરે 40 દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થઈ સરેન્ડર કર્યું છે. ત્યાર બાદ કડી પોલીસ દ્વારા ગતરોજ આ ત્રણેય આરોપીઓનું ઘટનાસ્થળ પર લાઇ જઈને રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટના મામલે નાનીકડી વિસ્તારમાં આવેલી બાલાપીર દરગાહમાં એક પત્રકાર ત્યાં હાજર હતો. જ્યાં ઇર્શાદ ઉર્ફે ચૂહો ફારૂક દિવાન, ઇમ્તિયાઝ ઉર્ફે હાફિઝ પરમાર અને મુનાફ ઉર્ફે મામા સહિત અન્ય કેટલાક શખ્સોએ ‘તું હિન્દૂ હોવા છતાં મુસ્લિમોની દરગાહમાં કેમ આવ્યો છે ? ‘તું કહી ઉશ્કેરાઈ જઈને લાકડીઓ વડે હુમલો કરી હતો. બાદમાં પત્રકાર સાથે અભદ્ર વર્તન કરીને ગાળાગાળી કરી તેના પર હીચકારો હુમલો કર્યો હતો. જે હુમલાની ઘટનાએ જિલ્લાભરમાં ચકચાર મચાવી દીધી હતી. પત્રકાર પર હુમલો થયાની જાણ થતાં જ કડી પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમાં હુમલો કરનારા અમુક શખ્સો ઝડપાઇ ગયા હતા. જ્યારે પત્રકાર પર હુમલો કરનાર ત્રણ મુખ્ય શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ કડી પોલીસ દ્વારા પત્રકારની હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ કુલ નવ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. અને તેમાંથી છ શખ્સોની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.
બાલાપીર દરગાહમાં પત્રકાર પરના હીંચકારા હુમલામાં ફરાર હુમલાખોર ઇર્શાદ ઉર્ફે ચૂહો, ઇમ્તિયાઝ ઉર્ફે હાફિઝ અને મુનાફ ઉર્ફે મામાએ આખરે 40 દિવસ બાદ ગુરુવાર રાત્રે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી હાજર થઈ ગયા હતા. જ્યાં શુક્રવારે કડી પોલીસે તેમને બાલાપીર દરગાહ તેમજ સહારા ગેસ્ટ હાઉસ ચોક જેવા ઘટના સ્થળોએ લઈ જઈ હુમલાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જ્યાં હુમલાખોરને જોવા માટે લોકોના ટોળે તોલા ઉમટી પડ્યા હતાં. રિકન્ટ્રક્શન પ્રક્રિયા બાદ પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી કરી હતી.

