અમીરગઢમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા…!

અમીરગઢમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા…!

ઉત્તર ગુજરાત માં ભારે વરસાદની આગાહી ના પગલે બનાસકાંઠા માં પણ ધોધમાર વરસાદે એન્ટ્રી કરી હતી. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં વહેલી સવારે અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો. અમીરગઢ પંથક માં છેલ્લા 24 કલાક માં 3 ઈંચ થી પણ વરસાદ ખાબકી ગયો હતો. ધોધમાર વરસાદ પડતાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રેલવે અંડરબ્રિજ બન્યો ત્યાર થી ઇકબાલગઢ ગામ લોકો માટે માથાનો દુખાવો બનવા પામ્યો છે. વરસાદના સમયમાં રેલવે અંદર બ્રિજના કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે. વિદ્યાર્થીઓ ને શાળામાં જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. વરસાદ બંધ થયા પછી પણ પાણીનો નિકાલ સમયસર કરવામાં આવતો નથી.

આજના વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ ઉપર પણ પાણી ફરી વળતા વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ શરૂ થતાં જ APMC માર્કેટમાં ફરી વાર વરસાદનું પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઇકબાલગઢ હાઇવે પંચવટી સુધીનો રસ્તો બિસ્માર હાલત માં પડ્યો છે. વરસાદ ના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ગુજરાત ના પ્રસિદ્ધિ સ્થળ એવા કેદારનાથ મહાદેવ અને વિશ્વેસ્વર મહાદેવ જવાના પ્રવેશ દ્વાર માં જ મોટા ખાડાઓ ને કારણે પ્રયટકો માં રોષની લાગણી ફેલાયેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *