બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકા થી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર પ્રાથમિક શાળાના પાછળના ભાગે ઉભેલા વીજપોલમાં અચાનક શોર્ટ સર્કિટ થતા નીચે ગોઠવેલા જુવારના 2500 પુળા વીજ પોલ ઉપર થી અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે નીચે તણખા ખરી પડતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેને લઈને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા.
જોકે આજુબાજુના વિસ્તારમાંથી લોકો ઘરોમાંથી પાણી લાવી આગને કાબુ લેવાનો ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમ છતાં આગ કાબુમાં ન આવતા થરાદ ખાતે આવેલ લાય બંબા નો ટેલીફોનિક સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે થરાદ થી લાઈ બંબો અને તેમની ટીમ આવી પહોંચી હતી અને પાણીના મારો ચલાવી આગને કાબુ લેવામાં આવી હતી આ બાબતે સ્થાનિક તંત્રને જાણ કરતાં ગ્રામ પંચાયતના સરપંચ તલાટી રૂબરૂ આવી જાત તપાસ કરી લેખિત કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તાજ વીજ હાથ ધરી હતી આ દરમિયાન વીજ તંત્રના કર્મચારીઓને પણ જાણ કરતાં ઘટના સ્થળે કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને તમામ માહિતી મેળવી આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવી હતી.