ગુરુગ્રામમાં યુટ્યુબ ઇન્ફ્લુએન્સર અને બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવના ઘરે ભારે ગોળીબાર થયો છે. અજાણ્યા હુમલાખોરોએ સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે આ ઘટનાને અંજામ આપ્યો હતો. બાઇક પર આવેલા બદમાશો બે ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. ભાઉ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી છે.
3 અજાણ્યા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ગુરુગ્રામ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર કેસની તપાસમાં વ્યસ્ત છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે એલ્વિશના ઘરે 25 થી 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. રવિવારે સવારે 5:30 થી 6:00 વાગ્યાની વચ્ચે ગોળીબાર થયો હતો. ગુરુગ્રામના સેક્ટર-56 પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા એક ઘરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ ગોળીબાર કર્યો હતો.

