નાસિકમાં ૨૦૨૭ સિંહસ્‍થ કુંભમેળાની અમૃતસ્‍નાની તારીખોનું એલાન

નાસિકમાં ૨૦૨૭ સિંહસ્‍થ કુંભમેળાની અમૃતસ્‍નાની તારીખોનું એલાન

૨૦૨૭માં યોજાનાર આગામી કુંભમેળાની તૈયારીઓ જોરદારથી ચાલુ
મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે રવિવારે ૨૦૨૭ માં નાસિકમાં યોજાનાર સિંહસ્‍થ કુંભ મેળાની તૈયારીઓ અંગે એક મહત્‍વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ૧૩ અખાડાઓના સંતો અને પુજારી સંગઠનોના પ્રતિનિધિઓ અને વિવિધ સંબંધિત એજન્‍સીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ સિંહસ્‍થ કુંભ મેળાની મહત્‍વપૂર્ણ તારીખોની જાહેરાત કરવામાં આવી હતી.સિંહસ્‍થ કુંભ મેળો ૩૧ ઓક્‍ટોબર ૨૦૨૬ ના રોજ ત્ર્યંબકેશ્વર તેમજ રામકુંડ અને પંચવટી ખાતે ધ્‍વજારોહણ સાથે શરૂ થશે અને ૨૪ જુલાઈ ૨૦૨૮ સુધી ચાલુ રહેશે. નગર પ્રદક્ષિણા ૨૯ જુલાઈ, ૨૦૨૭ ના રોજ નાસિકમાં યોજાશે, જ્‍યારે પહેલું અમળત સ્‍નાન ૨ ઓગસ્‍ટ, ૨૦૨૭ ના રોજ યોજાશે. બીજું અમળત તાાન ૩૧ ઓગસ્‍ટ, ૨૦૨૭ ના રોજ અને ત્રીજું અને અંતિમ સ્‍નાન ૧૧ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૭ ના રોજ નાસિકમાં અને ૧૨ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૭ ના રોજ ત્ર્યંબકેશ્વરમાં યોજાશે. ૨૪ જુલાઈ, ૨૦૨૮ ના રોજ ધ્‍વજા ઉતારવામાં આવશે, જે સિંહસ્‍થ કુંભ મેળાના સમાપન તરીકે ઉજવવામાં આવશે. તે ૧૨ વર્ષમાં એકવાર યોજાય છે.

તારીખોની જાહેરાત કરતા મુખ્‍યમંત્રી ફડણવીસે કહ્યું, ૪૦૦૦ કરોડ રૂપિયાના કામો માટે ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યા છે. ૨૦૦૦ કરોડ રૂપિયાના અન્‍ય કામો માટે પણ ટૂંક સમયમાં ટેન્‍ડર બહાર પાડવામાં આવશે. સીવેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, ગોદાવરી નદીની સફાઈ અને સાધુગ્રામ માટે જમીન સંપાદનનું કામ ચાલી રહ્યું છે. મુખ્‍યમંત્રીએ કહ્યું કે સરકાર સિંહસ્‍થ કુંભ મેળાને યાદગાર બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. બેઠક દરમિયાન, તેમણે મહંત રાજેન્‍દ્રદાસ મહારાજના સૂચનનો પણ સ્‍વીકાર કર્યો કે શાહી સ્‍નાનને અમળત તાાન કહેવામાં આવે, જેમ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તાજેતરમાં પૂર્ણ થયેલા કુંભ મેળામાં કરવામાં આવ્‍યું હતું.ભીડ નિયંત્રણ અને નાસભાગ ન થાય તે માટે વ્‍યવસ્‍થાપન અંગે, મુખ્‍યમંત્રી ફડણવીસે કહ્યું કે અમળત તાાનની તારીખો જાહેર કરવામાં આવી છે અને આ કાર્યક્રમ લાંબા સમય સુધી યોજાશે, તેથી ભક્‍તોએ ફક્‍ત ચોક્કસ દિવસોમાં જ દોડાદોડ કરવાની જરૂર નથી અને તેઓએ તેમના આગમનનું સમયપત્રક બનાવવું પડશે.

મહારાષ્‍ટ્રના નાસિક શહેરમાં ત્ર્યંબકેશ્વર જ્‍યોર્તિલિંગ મંદિર પાસે ગોદાવરી નદીના કિનારે દર ૧૨ વર્ષે નાસિક કુંભ મેળો યોજાય છે. આ વખતે નાસિક કુંભમાં ૧૫ થી ૨૦ કરોડ ભક્‍તો ભાગ લે તેવી અપેક્ષા છે. કુંભ નાસિક અને ત્ર્યંબકેશ્વર બંને જગ્‍યાએ થાય છે, પરંતુ નાસિકમાં વિશેષ સર્વોપરિતા છે. અહીંના ૩ મુખ્‍ય અખાડાઓ અન્‍ય ૧૦ અખાડાઓ જેટલા જ સંખ્‍યામાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *