પાલનપુર જનસેવા કેન્દ્ર દ્વારા એક વર્ષમાં તાલુકાના 18,874 અરજદારોએ સરકારી સેવાઓનો લાભ લીધો

પાલનપુર જનસેવા કેન્દ્ર દ્વારા એક વર્ષમાં તાલુકાના 18,874 અરજદારોએ સરકારી સેવાઓનો લાભ લીધો

જનસેવા કેન્દ્રમાં અરજદારો માટે ઝેરોક્ષ અને લેમીનેશન અને સોગાંધનામું ટાઈપ કરવાની વ્યવસ્થા ઉભી કરાઈ

આધારકાર્ડ કઢાવવા આવતાં લોકોનો ઘસારો વધતાં ત્રણ કીટ મુકાઈ

19887 અરજદારો પાસેથી 3,77,310 રૂપિયાની અરજી ફી વસુલાઈ; પાલનપુર જોરાવર પેલેસ સંકુલ ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારના દાખલા,પ્રમાણપત્ર, આધારકાર્ડ,રેશનકાર્ડ,અને સરકારની વિવિધ યોજનાઓને લગતી કામગીરી માટે પાલનપુર શહેર સહિત ગ્રામ્ય કક્ષાએ થી અરજદારો જનસેવા કેન્દ્ર ખાતે આવીને વિવિધ પ્રકારની સેવાનો લાભ લેતા હોય છે.

પાલનપુર જનસેવા કેન્દ્ર કેન્દ્ર વિવિધ પ્રકારના દાખલા,સી.એચ.સી કેન્દ્ર,પુરવઠા લગત કામગીરી,મારી યોજના અંતર્ગત હેલ્પ ડેસ્ક જેવી સરકારની વિવિધ પ્રકારની યોજનાઓનો અરજદારો લાભ લઈ શકે તે માટેની કામગીરી કરવામાં આવતી હોય છે.

જનસેવા કેન્દ્ર ખાતે છેલ્લાં એક વર્ષમાં રેશન કાર્ડ,આવકનો દાખલો,જાતિનો દાખલો,વારસાઈ પ્રમાણપત્ર,સિનિયર સીટીઝન પ્રમાણપત્ર,વિધવા પ્રમાણપત્ર,નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર, દારૂખાનું વેચાણનો હંગામી પરવાનો,એસ.સી જ્ઞાતિ નો દાખલો સહિત સરકારની અનેક વિધ સેવા જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને સુલભતાથી મળી રહે તે પ્રકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તાલુકા કક્ષાએથી આવતાં અરજદારોને જનસેવા કેન્દ્રના સ્ટાફ દ્વારા સેવા આપવામાં આપવામાં આવે છે.

એક વર્ષમાં 19887 અરજદારોએ અરજી કરી; જનસેવા કેન્દ્ર ખાતે છેલ્લાં એક વર્ષમાં 19887 અરજદારો વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે અરજી કરી હતી જે પૈકી 18874 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. 880 અરજીઓ ખામી અથવા ડોક્યુમેન્ટ ન હોવાના,ઓળખ ન હોય તેના કારણે પેન્ડિંગ કરવામાં આવી છે.

જનસેવા કેન્દ્ર ખાતે 18 લોકોનો સ્ટાફ; જનસેવા કેન્દ્ર ખાતે 16 સ્ટાફ સાથે બે હોમગાર્ડ જવાનો ફરજ નિભાવે છે.જેમાં 2 નાયબ મામલતદાર, 4 ઓપરેટર, 2 ઓપરેટર પાલનપુર શહેરી, 3 આધાર કાર્ડ ઓપરેટર, 3 ક્લાર્ક, 2 આર્થિક સહાય ઓપરેટર, અને બે હોમગાર્ડ જવાનો જનસેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવે છે.

જનસેવા કેન્દ્ર ખાતે આવતાં અરજદારોને અગવડતાં ન પડે તે માટે ઝેરોક્ષ મશીન,લેમીનેશન સહિત સોગદનામું ટાઈપ કરવા માટે ટાઈપિંગ વ્યવસ્થા કચેરી ખાતે કરવામાં આવી છે. જનસેવા કેન્દ્રમાં આવતાં અરજદારો માટે બેસવાની બાંકડાની વ્યવસ્થા,પંખો અને બે ઠંડા પાણીના કુલર સહિતની વ્યવસ્થા હોવાથી અરજદારને કોઈ તકલીફ ન પડે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારની વિવિધ યોજના લગત પાનકાર્ડની કામગીરી,બિનખેતી ઓરા પોર્ટલ,લેન્ડ ગ્રેબીગ અરજી, 50 રૂપિયા કે તેથી વધુ રકમના સ્ટેમ્પ કચેરી ખાતેથી આપવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *