પાટણ યુનિવર્સિટી સહિત સંલગ્ન ૬૬ કોલેજોના ૧૮૬૦ સ્વયંસેવકો અંબાજી માગૅ પર સ્વચ્છતા અભિયાન આદરશે

પાટણ યુનિવર્સિટી સહિત સંલગ્ન ૬૬ કોલેજોના ૧૮૬૦ સ્વયંસેવકો અંબાજી માગૅ પર સ્વચ્છતા અભિયાન આદરશે

માગૅ પર પડેલા પ્લાસ્ટિક ને એકત્ર કરી રી-સાઇકલીંગ માટે બિસ્લેરી કંપની ને મોકલવામાં આવશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રાષ્ટ્રીય સેવા યોજના શાખા દ્વારા ભાદરવી પૂનમ મેળાને અનુલક્ષીને તા.૩ થી તા.૮ સપ્ટેમ્બરના સમયગાળા દરમ્યાન મહા સ્વચ્છતા અભિયાન યોજાનાર છે. જેમાં એન.એસ.એસ ની ૬૦ કોલેજ અને ૨૦૦૦ થી વધુ સ્વયં સેવકો આ અભિયાન માં ભાગ લેનાર છે. એન.એસ.એસ કોલેજો દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તેના માટે સોશિયલ મીડિયા તેમજ વ્યક્તિગત મળી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ અભિયાન નો મુખ્ય હેતુ સમાજ માં પ્લાસ્ટિક થી થતા નુકશાન અંગે જાગૃતિ આવે અને અનિવાર્ય ઉપયોગ થતું પ્લાસ્ટિક એન.એસ.એસ ચલાવતી કોલેજો દ્વારા એકત્ર કરી રી-સાઇકલીંગ માટે બિસ્લેરી કંપની ને મોકલવામાં આવશે. સમગ્ર આયોજન માટે સૌપ્રથમ જીલ્લા સહ મીટીંગ કરી રૂટ પ્રમાણે સ્વચ્છતા અભિયાન ની યોજના બનાવવામાં આવી.

જેમાં તમામ પ્રોગ્રામ ઓફિસરો એ મીટીંગમાં હાજર રહી અભિયાન ને સફળ બનાવવા માટે ખુબ સારી સક્રિયતા દાખવી છે. આ વખતે યુનિવર્સિટી દ્વારા પદયાત્રીઓ મેળામાં એક ગ્લાસ અને એક ડીસ લઈને જાય તેના માટે પણ આહવાન કરવામાં આવ્યું છે તો સ્વચ્છતા અભિયાનમાં પાટણ ની ૧૦ કોલેજો ના ૨૨૫ સ્વયં સેવકો,મહેસાણા ની ૧૮ કોલેજોના ૬૩૬ સ્વયંસેવકો,બનાસકાંઠા ની ૧૯ કોલેજો ના ૫૫૫ સ્વયંસેવકો, સાબરકાંઠા અને અરવલ્લી ની ૧૯ કોલેજોના ૪૪૪ સ્વયંસેવકો મળી કુલ ૬૬ કોલેજોના કુલ ૧૮૬૦ સ્વયંસેવકો જોડાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *